મે ફેસબુકમાં માર્કેટપ્લેસ માં ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરું છું. અને તેમાં તા.8/1/2021 ના દિવસે મારા વહાર્ટસપપ માં એક મેસેજ આવિયો કે હું આર્મી માંથી બોલું છું. અને મારું નામ નવીનસિંઘ છે. અને મારે 10 લેધર ના જેકેટ જોય છે કયારે મળશે. પછી મે એમ કીધું કે તમારું એડ્રેસ આપો ત્યાં તમને આ જેકેટ મળી જશે અને તમે ત્યાં મારા ડિલિવરીબોય ને પૈસા આપી દેજો તો એને એમ કીધું કે મારી પત્ની પાસે ઘરે પૈસા નહીં હોય માટે હું તમને મારા આર્મીકાર્ડ માંથી પેમેન્ટ કરું તો મને 20%નું ડિસ્કાઉન્ટ મળે માટે હું તમને એમાંથી પેમેન્ટ કરી નાખીશ. માટે મે એમને કીધું સારુ વાંધો નહીં. પછી બીજા દિવસે 9/1/2021 ના દિવસે સવારે 10:30 વાગ્યે એમનો ફોન આવિયો કે હું આજે મારા આર્મીના ના કર્નલ સર સાથે વાત કરવું એને સર તમને જેમ કહે એમ કરજો એટલે તમને તમારા પેસા મળી જશે અને પછી એમ કીધું હું તમારા વહાર્ટસપપ માં જે સ્કેનકોડ મોકલું એ સ્કેન કરજો પછી મારા માં એક 5 rs. નો સ્કેનકોડ આવિયો એ સ્કેન કયો પછી મારા ખાતામાંથી 5 રૂપિયા ઉડી ગયા અને થોડીવાર માં મારા ખાતામાં 10 રૂપિયા ખાતામાં જમા થયાં પછી થોડીવાર માં એક બીજો એક 50 રૂપિયા નો સ્કેન કોડ આવિયો અને એક કોડ મે સ્કેન કરીયો પછી મારા ખાતામાંથી 50 રૂપિયા ઉડી ગયા અને થોડીવાર માં મારા ખાતામાં 100 રૂપિયા આવિયા માટે મને એવું લાગિયું કે આ સાચું બોલે છે. પછી થોડીવાર પછી એને મારામાં એક બીજો 2000 રૂપિયા નો સ્કેનકોડ નાખીયો અને પછી મે સ્કેનકોડ સ્કેન કરીયો અને upi પિન નાખી ને succefull કરીયું. પણ એ વ્યક્તિ એ એમ કીધું કે પેમૅન્ટ હજી નથી આવ્યુ માટે ફરીવાર પૈસા ટ્રાન્સફર કરો. પછી અને કીધું એમ મે ફરીવાર 2000 રૂપિયા નો સ્કેનકોડ સ્કેન કરીયો અને પેમૅન્ટ કરીયું પણ એને એમ કીધું કે હજી તમારું પેમૅન્ટ આવ્યુ નથી માટે હવે તમે ફરીવાર 4000 રૂપિયાનો સ્કેનકોડ કરો એટલે તમારું પેમૅન્ટ sucessful થયી જશે પણ હું ત્રીજીવાર પેમૅન્ટ નહોતો કરવાનો પણ એને એમ કીધું કે જો તમે આ નહીં કરો તો તમારા એને મારા બંનેના પૈસા પેન્ડિંગ માં જ રહેશે એને મારા પૈસા પણ ફસાઈ જશે માટે પછી મે ત્ર્રીજી વાર 4000 રૂપિયા નો સ્કેનકોડ સ્કેન કરીયો અને પેમેન્ટ sucessful કરીયું પણ પછી એને એમ કીધું કે હજી આ 4000 રૂપિયાનું પેમૅન્ટ પણ પેન્ડિંગ જ છે માટે હવે તમને જે 8000 રૂપિયા નો સ્કેન કોડ મોકલું એ સ્કેન કરો. પછી મને એ વ્યક્તિ ઉપર શક ગયો કે આ વ્યક્તિ ખોટું બોલે છે એને પછી મને વિચાર આવિયો કે આનું નામ ગૂગલ પર સેર્ચ કર્યું ત્યરે મને ખબર પડી કે આ વ્યક્તિ ફ્રોડ છે માટે મે એને કીધું કે તમે મારા પૈસા મારા ખાતા માં મારા 8000રૂપિયા પાછા મોકલી આપો. પણ પછી એ વ્યક્તિ એ હજી મને પૈસા પાછા નથી મોકલીયા. એનું નામ :=નવીન સિંઘ તોમર./વિકાસ પટેલ. આધાર કાર્ડ નં = 8256 1876 7093 Please તમને એક request છે કે મારા 8000 રૂપિયા જલ્દી પાછા મળી જાય.🙏🙏😔😔😭😭